આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વિરમગાના શાલીગ્રામ હોસ્પિટલમાં ૫૦થી વધુ ઓપરેશન કરાયા

–    કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના વિરમગામના ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ નિવડી

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

       કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત વિરમગામ પંથક સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાના ગરીબ જરૂરીયાતમંદ દર્દીઓ માટે આશિર્વાદરૂપ નિવડી રહી છે. વિરમગામ શહેરમાં આવેલ જાણીતી શાલીગ્રામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૫૦થી વધુ ગરીબ દર્દીઓના વિવિધ ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં કોથળીના ઓપરેશન, ઓર્થોપેડીક ઓપરેશન, એપેન્ડીક્સ ઓપરેશન, હરસ મસા ઓપરેશન, સારણ ગાંઠ સહિતના ઓપરેશનનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારાપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ હેઠળ, ગરીબ (પ્રત્યેક ધારક )પરિવારોને રૂ. પાંચ લાખનું વાર્ષિક મેડિકલ કવર પૂરું પાડવામાં આવે છે. આ યોજના હેઠળ દેશભરમાં 10કરોડથી વધુ ગરીબ પરિવારોને આવરી લેવાનો સરકારનો લક્ષ્યાંક છે. જે સાચા અર્થમાં વિરમગામ તાલુકાના ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થવા પામી છે.
       વિરમગામની શાલીગ્રામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના વિશાલ પટેલે જણાવ્યુ હતુ કે,અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાંશાલીગ્રામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઇ રહ્યા છે.  શાલીગ્રામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૫૦થી વધુ ઓપરેશન આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કરવામાં આવ્યા છે. આ ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરવામાં આવ્યા છે. શાલીગ્રામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં કોથળીના ઓપરેશન, ઓર્થોપેડીક ઓપરેશન,એપેન્ડીક્સ ઓપરેશન, હરસ મસા ઓફરેશન,સારણ ગાંઠ સહિતના ઓપરેશન આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પેરાલીસીસ, હ્રદય રોગ, કમળો, ડેન્ગ્યુ તાવ સહિતના રોગોની પણ સારવાર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here