ગયા વર્ષે થયેલા ભવ્ય લગ્નોમાંથી એક દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નને થોડો જ સમય થયો છે. આ લગ્નમાં ફિલ્મી જગતથી માંડીને બિઝનેસમેન અને રાજનેતાઓ પણ સામેલ થયા હતા.

ઈશાન લગ્નને થોડો જ સમય થયો છે ત્યારે લોકોને તેના લગ્નજીવન વિશે પણ જાણવાની ખૂબ જ તાલાવેલી થાય છે. અને લોકોના મનમાં સવાલ ઉઠે છે કે તેનું લગ્ન જીવન કેવું છે? અને તે કઈ રીતે વિતાવે છે પોતાનું જીવન? તો આ બધા જ સવાલોના જવાબો અહીં છે.

જણાવી દઈએ કે ઈશાએ Vogue મેગેઝીનના કવર માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જે હાલ સોશિયલ મીડિયા પર ઘણું જ વાયરલ થયું છે. સાથે જ તેને એક ઈન્ટર્વ્યુમાં કહ્યું છે કે લગ્ન પહેલા અને લગ્ન પછી તેના જીવનમાં શું-શું બદલાયું છે.

લગ્નજીવન વિશે વાત કરતા અને આનંદના વખાણ કરતા ઈશાએ કહ્યું કે ‘આનંદ મને હંમેશા હસાવતા રહે છે. તેમનું સેન્સ ઓફ હ્યુમર લાજવાબ છે. અમારા બંનેની ઘણી વાતો મેળ નથી ખાતી.’

ઈશાએ જણાવ્યું કે આનંદને કોઈ પણ પ્રકારની સોશિયલ ઇવેન્ટ્સમાં જવાથી નફરત છે. તો ઈશા સોશિયલ ઇવેન્ટ્સમાં ખૂબ જ મજા લેતી હોય છે, અને આ ઇવેન્ટ્સને ઈશા પસંદ પણ કરે છે

પોતાના લગ્ન વિશે વાત કરતા ઈશાએ કહ્યું, ‘અમે અમારા લગ્ન ખૂબ જ એન્જોય કર્યા પણ આનંદની આનંદ માનવાની રીત મારા કરતા ખૂબ જ જુદી છે. તે મારા કરતા વધુ આધ્યાત્મિક છે. પરંતુ અમારા બંનેમાં એક વાત કોમન છે કે અમે બંને જ ખાવાના ખૂબ જ શોખીન છીએ.’

ઈશાએ લગ્ન સમયની એક ઘટના પણ જણાવી કે, ‘મારા પપ્પા લગ્નમાં સ્પીચ આપી રહયા હતા કે તેમને આનંદને કેમ પસંદ કર્યો છે. તેઓ આનંદની 10 ખાસ વાતો ગણાવી રહયા હતા. આ સ્પિક કોમેડી હતી કારણ કે તેઓએ મનત્મ કહ્યું કે આ 10 ખાસ વાતો તેમની પણ છે. આ સત્ય છે કે આનંદ મને મારા પપ્પાની યાદ અપાવે છે.”
લગ્ન પછી નથી બદલાયું જીવન

ઈશાએ લગ્ન બાદ આવેલા બદલાવ વિશે પૂછવામાં આવતા કહ્યું કે કોઈ જ બદલાવ નથી આવ્યા, જીવન પહેલા જેવું જ છે. ઈશાએ જણાવ્યું, ‘અમે કાલે રાતે ડિનર કર્યું, જેના પછી રાતે 11 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધી આનંદના ઓફિસમાં એક મિટિંગ હતી. મને નથી લાગતું કે મારા કે આનંદના જીવનમાં કોઈ પણ બદલા આવ્યા હોય. આ સમયે અમારા બંને માટે કામ પ્રાથમિકતા છે. અમારા માતા-પિતા આ વાતને સમજે છે. હું નસીબદાર છું કે હું જે પરિવારમાં જન્મી અને જે પરિવારમાં મારા લગ્ન થયા છે, બંને જ દરેક સદસ્યના કામનું મહત્વ સમજે છે.’

ઈશાને નથી પસંદ વેસ્ટર્ન વેર

ઈસાઈ જણાવ્યું કે લોકોને લાગે હસી છે કે હું રોજ ડિઝાઈનર અને મોંઘા કપડાં પહેરતી હોઈશ પરંતુ એવું નથી. ખરેખર તો હું કોટનના સલવાર કુર્તા જ પહેરું છું. મને ઇન્ડિયન વેર પહેરવું ખૂબ જ પસંદ છે. ખાસ કરીને બ્લોક પ્રિન્ટ વાળા કુર્તા.

તેને જણાવ્યું કે એ જયારે અમેરિકામાં હતી તો બિઝનેસ ફોર્મલ પહેરવાથી તેને નફરત થઇ ગઈ હતી. બ્લેઝર પહેરવું તેની માટે ખરાબ સપનાથી ઓછું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here