2019 માં બોક્સ ઓફિસ પર સફળતા ની નવી શરૂઆત થઇ છે. પહેલા ફિલ્મ ‘ઉરી’ રિલીઝ થઇ જેના પછી ફિલ્મ ‘મણિકર્ણિકા’ આવી. બંને ફિલ્મો કમાલ કરી રહી છે. પણ ફિલ્મ ઉરી એ પોતાની કમાણી એ દરેક કોઈને ચોંકાવી દીધા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર છપ્પડ ફાડીને કમાણી કરી રહી છે. ફિલ્મ ની કમાણી માં એક ટકા પણ ખામી દેખાઈ રહી નથી. જણાવી દઈએ કે આ ફિલ્મ એ બાહુબલી નો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.ફિલ્મ એ બાહુબલી ના 23 માં અને 24 માં દિવસની કમાણી ના મામલામાં રેકોર્ડ તોડી નાખ્યો છે.

જણાવી દઈએ કે બાહુબલી-2 એ 23 માં દિવસે 3.35 કરોડ ની કમાણી કરી હતી જયારે ઉરી એ 6.53 કરોડ ની કમાણી કરી લીધી છે. જયારે 24 માં દિવસે બાહુબલી-2 એ 7.80 કરોડ કમાયા તો ઉરી એ 8.71 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. એવામાં બંને દિવસની કમાણી બાહુબલી ના હિસાબે ઉરી ની વધારે રહી છે. ઉરી એ પોતાના નામે 23 અને 24 માં દિવસે આટલી કમાણી કરીને રેકોર્ડ બનાવી દીધો છે.

ફિલ્મ ની કમાણી ની વાત કરીયે તો ફિલ્મ હજી સુધી 189.76 કરોડ નો કારોબાર કરી ચુકી છે. માનવામા આવી રહ્યું છે કે ફિલ્મ જલ્દી જ 200 કરોડ ના આંકડા ને પણ પાર કરી લેશે. ફિલ્મ એ ચોથા અઠવાડિયા માં શુક્રવાર ના 3.43 કરોડ, શનિવારે 6.53 કરોડ અને રવિવારે 8.71 કરોડ નું શાનદાર કલેક્શન કર્યું છે. આ હિસાબે ફિલ્મ ની કમાણી 190 કરોડ થઇ ગઈ છે. આગળના દિવસોમાં ઉત્તરપ્રદેશ ના મુખ્યુમંત્રી યોગી આદિત્યનાથ એ ફિલ્મ ને પુરા રાજ્ય માં ટૈક્સ ફ્રી કરી નાખ્યું છે.

આ ફિલ્મ ના ક્રિટીક્સ ને ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ ની કહાની કદાચ જ કોઈ જાણતું હશે. વર્ષ 2016 માં જમ્મુ કાશ્મીર ના ઉરી માં આતંકી હુમલો થયો હતો જેમાં આપણા 19 યુવાનો શહીદ થઇ ગયા હતા. તેના પછી ભારતયી આર્મી એ સર્જીકલ સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાન માં ઘૂસીને તેઓના ઘણા કૈપ્સ ને ઉડાદી દીધા. ફિલ્મ માં વિક્કી કૌશલ ઇન્ડિયન ફોર્સ ના કમાન્ડો ના કિરદાર માં નજરમાં આવી રહ્યા છે, જ્યારે યામી ગૌતમ નો કિરદાર પણ ખુબ જ ખાસ છે, હવે એ જોવાનું છે કે ફિલ્મ કેટલા રેકોર્ડ તોડે છે.

જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2016માં ભારતીય સેનાએ એલઓસી પાર કરીને પાકિસ્તાનની ધરતી પર જઈને ‘ઉરી’ એટેકનો બદલો લીધો હતો. જેમાં ભારતીય સેના ઘણા જવાનો શહીદ થયા હતા. યુવા નિર્દેશક આદિત્ય ધરેના વખાણ કરવા જોઈએકે તેમને આખી ફિલ્મને રેક પર રાખીને અંત સુધી દર્શકોને બાંધી રાખ્યા. ફિલ્મમાં વિકી કૌશલના એક્શન સીન પણ જોવા મળે છે. જ્યા રાઝી અને સંજુમાં તેનો અભિનય જોરદાર હતો એમ અહીં આ ફિલ્મમાં પણ દમદાર અભિનય જોવા મળ્યો.

આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજનીતિ અને સેનાથી જોડાયેલી બે ફિલ્મ રિલીઝ થઇ છે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’, જેને બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ નથી કરી. અને બીજી ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’, જેને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. દરેક જગ્યા પર આ ફિલ્મના વખાણ થઇ રહયા છે, અને ફિલ્મના નિર્માતાએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે. ફિલ્મના પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાએ શહીદની વિધવાઓને એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફિલ્મ વર્ષ 2016માં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 29 આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો એ સત્ય ઘટના પર આધારિત છે. આ સર્જિકલ સ્ટ્રાઇક માટે મોદી સરકારે પોતાને શાબાશી પણ આપી હતી. આ ઘટના ઘણા સમય સુધી ચર્ચાઓમાં રહી હતી. વિકી કૌશલએ પોતાના અભિનયથી ફરી એકવાર પોતાની જાતને સાબિત કરી છે. તેના શાનદાર અભિનયના વખાણ લોકો પણ કરી રહ્યા છે

હાલમાં જ સેનાએ દિવસ પર રોનીના પ્રોડક્શન હાઉસ આરએસવીપી એ મિસાલ કાયમ કરતા ફામથી થયેલી કમાણીમાંથી 1 કરોડ રૂપિયા શહીદોની વિધવાઓને આપવાની જાહેરાત કરી છે. ફિલ્મ એટલી સારી રીતે બની છે કે આ જોયા પછી દેશના યુવાનોમાં સૈન્યમાં જોડાવાની ભાવના પણ વધી રહી છે

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here