થોડા સમય પહેલા ઇંગ્લેન્ડ ના ડંકસ્ટર માં ઇંગ્લેન્ડ ની ૨૧ વર્ષીય ગર્ભવતી મહિલા ને જોઇને તેનો કુતરો ભસી રહ્યો હતો, પરંતુ તેનો પરિવાર નહોતો સમજી શકતો કે કુતરો આવું કેમ કરી રહ્યો છે, કેમકે આની પહેલા કુતરાએ આવો વ્યવહાર ક્યારેય પણ નહોતો કર્યો.

અમે તમને જણાવી દઈએ કે અહવાન પોતાના ડોગી ના આ વ્યવહાર ને સમજવામાં સક્ષમ નહોતી. ત્યારે જ તેના પેટ માં અચાનક ભયાનક દુઃખાવો શરુ થઇ ગયો. પછી અહવાન નો પરિવાર તેને હોસ્પિટલ લઇ ને ગયો. હોસ્પિટલ પહોંચતા જ અહવાન બેભાન થઇ ગઈ. ત્યારે ખબર પડી કે તેને સંક્રમણ હતું અને એન્ટીબાયોટીક પ્રતિરોધી વાયરસ તેના શરીર માં હતો. આ વાત ને સાંભળ્યા પછી અહવાન ના પરિવાર ના સદસ્યો ખુબ ડરેલા હતા. કેમકે આ હાલત માં મરવાનો પણ ભય હતો.

અહવાન એ જણાવ્યું કે તેનો ડોગી ઘર માં તેની આજુ બાજુ જ ફરી રહ્યો હતો , પરંતુ તે સમજી ના શકી કે તેના આવા વ્યવહાર પાછળ કારણ શું હતું. હકીકત માં તેના ડોગી ને પહેલે થી જ અહેસાસ થઇ ગયો હતો કે કંઇક ખરાબ થવાનું છે, અને તેના કારણે જ મહિલા નો જીવ બચી ગયો. અહવાન આજે પણ તેના ડોગી નો અહેસાન માને છે, અહવાન ને આઈસીયુ માં રાખવામાં આવી હતી, પરંતુ તે પછી જલ્દી થી જ સારી થઇ ગઈ હતી. તેનો છોકરો લિંકન પણ હવે ભય થી મુક્ત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here