ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આખી દુનિયા ઓળખે છે. વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે. તેમનું કામ અને તેમના નિર્ણયો લોકોને તેમના તરફ આકર્ષિત કરે છે. વડાપ્રધાન મોદી આજે વિશ્વના સૌથી શક્તિશાળી નેતા બની ચુક્યા છે, જેમની પાસે ફક્ત જનતાનો જ પ્રેમ છે. જણાના પ્રેમને કારણે જ પીએમ મોદીનું કદ વધી રહયું છે અને તેઓ ખૂબ જ વિશ્વાસ સાથે પોતાના કામને અંજામ આપે છે. જેના કારણે તેમની ખૂબ જ વાહવાહી થાય છે, પરંતુ દરેકના મનમાં તેમની પત્ની વિશે મોટો સવાલ હોય છે.

વડાપ્રધાન મોદીએ પોતાની પત્નીનો ત્યાગ કર્યો છે અને આ વાત આખી દુનિયા જાણે છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આખરે મોદીજીએ પોતાનો સંસાર કેમ ત્યાગી દીધો? તો આ સવાલ પર વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદીએ મોટો ખુલાસો કર્યો છે. પંકજ મોદી આ અઠવાડિયે કુંભ નગરી ગયા હતા, જ્યા તેઓએ પોતાના મોટા ભાઈ નરેન્દ્ર મોદીના વૈવાહિક જીવનને લઈને મોટો ખુલાસો કર્યો અને જણાવ્યું કે આખરે કેમ તેઓ પોતાની પત્ની સાથે નથી રહેતા.

17 વર્ષની ઉંમરમાં થઇ ગયા હતા નરેન્દ્ર મોદીના લગ્ન

પંકજ મોદીએ જણાવ્યું કે 17 વર્ષની વયે, નરેન્દ્ર મોદીના લગ્ન થયાં હતાં અને જે છોકરી સાથે તેમના લગ્ન થયા હતા તેમનું નામ જશોદાબેન હતું. બંને એ સમયે નાના હતા. જોકે, લગ્નના ત્રણ વર્ષ સુધી નરેન્દ્ર મોદી તેમની પત્ની સાથે રહયા હતા, પરંતુ ત્રણ વર્ષ પછી તેમણે તેમની પત્નીને છોડી દીધી અને ઘર સંસાર છોડીને ચાલ્યા ગયા. જે સમયે નરેન્દ્ર મોદીના લગ્ન થયા હતા, ત્યારે દેશમાં બાળ લગ્ન પ્રચલિત હતા. તેથી તેમના લગ્ન કર્યાં હતાં અને પછી તેમણે તેમની પત્ની છોડી દીધી હતી.

તો આ કારણથી પત્ની સાથે નથી રહેતા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીના ભાઈ પંકજ મોદીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમના સાંસારિક સુખને ત્યાગીને પોતાના ભારત દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરવાનો નિર્ણય કરી ચુક્યા હતા. અને એટલે તેઓએ દેશ સેવા માટે પોતાની પત્ની અને પોતાનો સંસાર છોડી દીધો. પંકજે કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ દેશ માટે પોતાનો સંસાર ત્યાગી દીધો જેથી દેશની સેવા કરવામાં તેમને ક્યારેય પણ કોઈ કોઈ મુશ્કેલી અથવા અવરોધ ન આવે. એવામાં આ સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીએ દેશ માટે સાંસારિક સુખ છોડી દીધું અને આજે તેમને એ વાતનું ફળ પણ મળી રહ્યું છે.

વડાપ્રધાન મોદીના લગ્ન પર વિપક્ષ હંમેશા ઉઠાવે છે સવાલ

વડાપ્રધાન મોદીએ ભલે દેશ માટે પોતાનો સંસાર છોડ્યો હોય, પરંતુ વિપક્ષ તેમના પર વ્યક્તિગત હુમલો કરવાથી પાછળ નથી હટતી અને ઘણીવાર તેમના પર તેમની પત્નીને છોડવાનો આપો પણ લગાવ્યો છે. જો કે આ રાજનીતિક મુદ્દો છે અને આ રીતના આરોપ-પ્રત્યારોપ તો રાજનીતિના નસ-નસમાં હોય છે. પરંતુ વડાપ્રધાન મોદીએ દેશને પોતાનું જીવન સમર્પિત કરવા માટે પત્નીનો ત્યાગ કર્યો એ વાત કોઈ નકારી ન શકે.

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here