આજ રોજ ભરૂચ લોકસભાના ઉમેદવાર માટે ઇકબાલ કાકુજીના રાજકીય વારસદાર અને પરીવારના સભ્ય એવા મહેબુબ કાકુજી એ પોતાની ઉમેદવાર માટેની રજૂઆત જીલ્લા પ્રભારીને જીલ્લા કોંગ્રેસ ઓફીસ ઉપર સેંકડો કાર્યકર અને આગેવાનો સાથે કરતા ભરૂચ લોકસભા મા રાજકીય ગરમાવો આવી રહ્યો છે.
ભરૂચ ની લોકસભા કોંગ્રેસ માટે જીતવી ખૂબ અગત્યની છે તેવા સમયે અહમદભાઈ પટેલ કે એમના પુત્ર ફૈઝલ પટેલ ચુંટણી લડસે તેવી અટકળો વચ્ચે અલગ અલગ આગેવાનો પોતાની દાવેદારી ના વિવિધ તરકત કરતા હતા ત્યારે મેહબુબ કાકુજી એ પક્ષના નિતીનિયમ ને અપનાવી જીલ્લાના ગત લોકસભાના ઉમેદવાર,જીલ્લાના વરિષ્ઠ આગેવાનો,કાર્યક્રરો અને પ્રદેશમાં જીલ્લાના હોદ્દેદારો સાથે ટેલીફોનીક પરામર્શ કરી વિધિવત રીતે આજ રોજ પોતાને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ની રજૂઆત કરી હતી.

રજૂઆતના પત્રમાં મેહબુબ કાકુજીએ જણાવ્યું છે કે અહમદભાઈ પટેલ સાહેબ કે એમના પુત્ર ફૈઝલ પટેલ જો ભરૂચ લોકસભા ની ચુંટણી લડે તો આનંદ સાથે સમર્થન કરવાની વાત કરીછે પણ જો તેઓ ઉમેદવાર ના હોય તો અને પક્ષ લઘુમતી ઉમેદવારને પસંદ કરવાની વાત હોય તો પોતાને પસંદ કરે તેમ જણાવી પોતાની દાવેદારી રજુ કરી એક સક્ષમ અને સર્વ માન્ય ઉમેદવાર તરીકે ની પોતાની છાપ બનાવવા મા સફળ રહ્યા છે.
અહમદભાઈ પટેલ પછી ભરૂચ લોકસભા ના ઉમેદવાર જેટલા પણ આજ સુધી ચુંટણી લડ્યા છે તે ૩૦૦૦૦ થી ૧.૫ લાખ મત થી ભાડું સામે હારેલ છે એક માત્ર સર્ગસ્થ ઇકબાલ કાકુજી ૧૦૦૦૦ જેટલા નજીવી વીડ થી પરાજિત થયેલ અને ત્યારે ભરૂચમાં ભાજપનુ સંગઠન ખૂબ મજબૂત હતું આજે ભાજપ સામે અનેક પ્રશ્નો છે જેવા કે બેરોજગારી ,ખેડુતોના ,વહેપારીઓના,મોંઘવારી ના ,પ્રદુસણના ,જમીન સંપાદનના, નર્મદા નદી ના અસ્તિત્વના,પીવા અને સિંચાઈના પાણી ના,આરોગ્ય અને શિક્ષણના જેવા અનેક પ્રશ્નો વચ્ચે ભાજપની લોકપ્રિયતા પણ ઘટી છે ત્યારે ભરુચ લોકસભા માટે અહમદભાઈ પટેલ કે ફૈઝલ પટેલ જો ચુંટણી ના લડે તો લઘુમતી ઉમેદવાર તરીકે મેહબુબ કાકુજી ના નામ પર જો કોંગ્રેસ મહોર મળે તો ભરૂચ લોકસભા મા કોંગ્રેસ ને પંજો ફરી એક વખત વહેરાઈ તો નવાઈ નહી
પણ અત્યારે તો મહેબુબ કાકુજી ની રજૂઆત થી ભરૂચના રાજકીય વાતાવરણ ગરમ બની ચુંક્યુ છે.

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here