આપણે સૌ જાણી એ છીએ કે મમરા એ ચોખા મા થી નિર્મિત થતી નાસ્તા ની આઈટમ છે અને મોટાભાગ ના લોકો નો આ ફેવરીટ નાસ્તો હશે. મમરા એ નાની વય ના કે મોટી વય ના સૌ કોઈ ને ગમે તેવો નાસ્તો છે તથા આપણા સ્વાસ્થ્ય ને કોઈપણ પ્રકાર ની હાની ના પહોચાડે તેવો આહાર છે. મમરા એ આપણા દેશ નો સર્વશ્રેષ્ઠ ભારતીય નાસ્તો છે. મમરા નુ સેવન જુદી-જુદી જગ્યા એ જુદી-જુદી રીતભાત દ્વારા કરવા મા આવે છે

તમારે તમારા બાળકો ને જો નાસ્તામા આપવા હોય અથવા તો તમારે સાંજની ચા સાથે આ બધા ઓપ્સનમા મમરા એ બેસ્ટ ઓપ્શન છે અને આમ તો મોટાભાગના લોકોના ઘરમા ગમે ત્યારે જોવો તો પણ વઘારેલા મમરાનો ડબ્બો તો ભરેલો જ હોય છે અને જેનાથી તમારા ઘરના નાના હોય કે પછી મોટા દરેક લોકોને જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે મમરા ખાઈ શકે છે અને હવે તમે મમરા લાવો તો આ રીતે વઘારજો જેનાથી તમને બેસ્ટ માં બેસ્ટ સ્વાદ મળશે.

મમરા બનાવવા માટે ની સામગ્રીઓ

૧ થેલી કોરા મમરા

આ સિવાય તળેલા સિંગદાણા

૦/૫ ચમચી મરી પાવડર

૦/૫ ચમચી ચાટ મસાલો

૦/૫ ચમચી લાલ મરચાનો પાવડર

મીઠા લીમાડાના પાન

ઝીણાં સમારેલા લીલા મરચા

મીઠું સ્વાદ અનુસાર

અને થોડુ તેલ વધારવા માટે

આને કઈ રીતે બનાવશો?

તમે સૌથી પહેલા એક મીડિયમ ફ્લેમ પર એક પેનમા તેલ ને ગરમ કરવા મુકી દો અને તેલ ગરમ થાય પછી તેમા સિંગદાણા નાખીને તેને સારી રીતે શેકી લો અને સિંગદાણા શેકાઈ જાય પછી તો તેને અલગ કાઢી લો

અને પછી હવે તેલમા તમે ઝીણા સમારેલા લીલા મરચા અને ત્યાર પછી મીઠા લીમડાના પાન ને નાખીને તેને વઘાર કરો અને તે જેવા શેકાઈ જાય પછી તેમા તમે મમરા નાખી દો અને મમરા સહેજ શેકાય તો પછી તેમા તમે શેકેલા સિંગદાણા નાખો અને તેને હલાવતા રહો.

ત્યાર પછી થોડીવાર પછી તમે ગેસ બંધ કરો અને મમરાને તમે એક વાસણમા કાઢી ને તેમા તમે કાળા મરીનો પાવડર અને ત્યાર પછી ચાટ મસાલો અને લાલ મરચાંનો પાવડર અને મીઠુ નાખીને તેને મિક્સ કરો અને આટલું કરી વ્યવસ્થિત તેને મિક્ક્ષ કરી નાખો તૈયાર છે નમકીન અને ચટાકેદાર મમરા

અને જો તમને પીળો રંગ જોઈતો હોય તો તમે મમરા ને ગેસ પર હોય ત્યારે તેમા હળદર પણ નાખી શકો છો અને જો તમે ઈચ્છો તો તમે મમરા મા ટમેટુ અને અને ડુંગળી સુધારીને નાખીને પણ ખાઈ શકો છો અને આ સિવાય તમે વઘાર કરતી વખતે તેમા રાઈ પણ નાખી શકો છો

મમરા થી થતા ફાયદા

મોટાભાગ ના લોકો મમરા ને અન્ય વસ્તુ ઓ સાથે મિક્સ કરી ને ચેવડા સ્વરૂપે ઉપયોગ મા લે છે. પણ શુ તમે જાણો છો કે આ લાઈટ આહાર મા કેલરી ખુબ જ વધુ પ્રમાણ મા જોવા મળે છે. જેથી આપ કોઈ સફર દરમિયાન કે કાર્ય કરવા ના સ્થળે પણ આ વસ્તુ નો ઉપયોગ કરી શકો છો.

જેથી તમારા મા ભરપૂર પ્રમાણ મા એનર્જી નો વ્યાપ પણ જોવા મળે અને સ્વાસ્થ્ય ને પણ અનૂકુળ રહે. આ ઉપરાંત લોકો ને મમરા ના લાડુ પણ અતિપ્રિય હોય છે. મમરા મા લોહતત્વ , કેલ્શિયમ તથા ફાઈબર જેવા તત્વો પણ ભરપુર પ્રમાણ મા મેળવી શકાય છે.

એક અંદાજ મુજબ એક કટોરી મમરા મા થી ૪૦૨ કેલરી અને ૬ ગ્રામ પ્રોટીન મેળવી શકાય છે . આ ઉપરાંત પણ ઘણા મિનરલ્સ પ્રાપ્ત કરી શકાય છે. મમરા ખાવા થી આપણ ને જઠરાગ્નિ ને લગતી બધી જ સમસ્યા ઓ મા થી મુક્તિ મળે છે તથા માંસપેશીઓ ને મજબૂત બનાવે છે.

મમરા ખાવા થી આપણુ બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલ મા રહે છે. આમ , આ હળવો આહાર એકદમ ભારે ભારે ફાયદા ઓ કરાવે છે. જેથી તેને ક્યારેય પણ હળવાશ મા ના લેવુ. આ બધા ફાયદા ઓ પર થી કહી શકાય કે મમરા ખાવા એ સ્વાસ્થ્ય માટે હિતકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here