અમેરિકાની એક અદાલતે હોટલમાં વાસણ ધોવાવાળી એક 60 વર્ષીય મહિલાને 21 મિલિયન ડોલર (150 કરોડ રૂપિયા)નું વળતર આપવાનો આદેશ આપ્યો છે. હોટલ આ ધાર્મિક મહિલાને રવિવારે ચર્ચ જવાને બદલે કામ પર બોલાવતા હતા. પરિણામે મહિલાએ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

કોનરાડ માયામી હોટલમાં જીન મેરી પિયેરે લગભગ 6 વર્ષ સુધી કામ કર્યું હતું. વર્ષ 2015માં તેના કિચન મેનેજરે મેરીને રવિવારે બોલાવવાની માંગ રાખી, જેને હોટલ પ્રબંધને સ્વીકાર કરી લીધી

કોનરાડ હોટલ, હિલ્ટન ગ્રુપનો જ ભાગ છે. મેરી એક કેથલિક મિશનરી ગ્રુપ સોલ્જર્સ ઓફ ક્રાઈસ્ટ ચર્ચની સદસ્ય છે. આ ગ્રુપ ગરીબોની મદદ કરે છે. મેરીએ દાખલ કરેલા કેસમાં જણાવ્યું હતું કે પોતાની ધાર્મિક માન્યતાઓને કારણે તે રવિવારે હોટલમાં કામ કરવામાં અસમર્થ હતી

પાર્ક હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ (હિલ્ટન વર્લ્ડવાઇડના નામથી પ્રખ્યાત) એ માયામી કોર્ટને જણાવ્યું કે તેમને આ વાતની કોઈ જ જાણકારી ન હતી. પ્રબંધન તરફથી કહેવામાં આવ્યું હતું કે આખરે મેરીને રવિવારે રજા કેમ જોઈએ છે? શરૂઆતમાં મેરીને રવિવારે રજા લેવાના બદલે પોતાના સહકર્મીઓ સાથે શિફ્ટ બદલવાની મંજૂરી આપવામાં આવી હતી

હોટલ પ્રબંધને મેરીના પાદરીનો લખેલો પાત્ર માંગ્યો જેમાં સ્થિતિની જાણકારી આપવાનું કહેવામાં આવ્યું હતું. જો કે વર્ષ 2016માં મેરીને ખરાબ કરમ કરવાનું બહાનું આપીને કામથી કાઢી મુકવામાં આવી હતી. વર્ષ 2017માં મેરીએ સિવિલ રાઇટ્સ એક્ટ 1964ના ઉલ્લંઘનનો દાવો કરતા હોટલ સામે કેસ કરી દીધો હતો. સિવિલ રાઇટ્સ એક્ટ 1964 અંતર્ગત નોકરીમાં જાતિ, ધર્મ, રંગ, લિંગ, અને રાષ્ટ્રીયતાના આધાર પર ભેદભાવને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે

કોર્ટમાં મેરીના દાવા સાચા સાબિત થયા, અને કોર્ટે મેરીને હોટલ દ્વારા 21 મિલિયન ડોલરનું વળતર આપવાનો આદેશ આપ્યો. હોટલ પ્રબંધને મેરીને કાયદેસર 35 હજાર ડોલર અને માનસિક ત્રાસ સહનન કરવા માટે 5 લાખ ડોલર આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદા પર હોટલ હિલ્ટનના પ્રવક્તાએ કહ્યું કે, જ્યુરીના આ નિર્ણયથી હું ખુશ નથી. મેરીને નોકરી દરમ્યાન ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી હતી. સમાજમાં નથી આવતું કે આ નિર્ણય કઈ રીતે લેવાયો છે? કોર્ટમાં પેશ કરેલી હકીકતોના આધારે કે પછી કાયદાકીય રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે?

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here