ખજૂર ને દરેક ઋતુ માં ખાઈ શકાય છે. ખજૂર ને તમે સીધા જ ખાઈ શકો છો કે પછી અન્ય ખાદ્ય પદાર્થ માં મિલાવીને પણ ખાઈ શકાય છે. અમુક લોકો દહીં ના રાયતા માં ખજૂર મિલાવીને ખાય છે, તેનાથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. ખજૂર માં રહેલા પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ થી શરીર ને શક્તિ મળે છે. જે લોકો વધારે થાક અનુભવે છે, થોડું કામ કરતા જ થાકી જાય છે, તેઓએ રોજના 3 ખજૂર ખાવા જોઈએ. રોજ સવારે નાશ્તા ના પહેલા ત્રણ ખજૂર ખાઓ. તેના તરત જ પછી ગરમ પાણી પી લો. આ પ્રક્રિયા ને લગાતાર એક મહિના સુધી કરો. જો કે તેને તમે એક મહિના પછી પણ યથાવત રાખી શકો છો.1. હાઈ બ્લડ પ્રેશર માં ફાયદો:

ખજૂર ખાવાનો મોટો લાભ હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોને મળી શકે છે. તેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલ માં રાખી શકાય છે. જો કે તમારે તેનું નિયમિત રૂપથી અને યોગ્ય માત્રા માં સેવન કરવું જોઈએ. જો કે તેની સાથે રોજ વ્યાયામ  પણ જરૂરી છે. ઠંડી ની ઋતુ માં હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓ એ રોજના નાશ્તા માં ઓછા માં ઓછા ત્રણ ખજૂર ખાવા જ જોઈએ. ખજૂર ને દરેક ફ્રૂટ ની શ્રેણી માં રાખવામાં આવે છે, જેનાથી અગણિત લાભ થાય છે. આ સિવાય તે સ્વાદિષ્ટ પણ હોય છે.

2. થકાન કરે છે દૂર:

ખજૂર માં સારી માત્રા માં આયરન પણ હોય છે જે લોકો વધારે કમજોરી કે થકાંન અનુભવે છે, તેઓમાં આયરન ની ખામી હોય છે. ખજૂર માં રહેલું આયરન આ ખામી ને અમુક જ દિવસોમાં પૂરું કરી નાખે છે.

3. પાચન શક્તિ ને કરે છે મજબૂત:

ખજૂર નું સેવન પાચન શક્તિ ને વધારે છે. પેટ સંબંધી કોઈપણ સમસ્યા હોય, તેમાં ખજૂર નું સેવન રામબાણ સિદ્ધ થાય છે. તે પાચન શક્તિ ને યોગ્ય બનાવીને ભૂખ વધારે છે.

હૃદય રોગીઓ માટે લાભપ્રદ:ખજૂર હૃદય રોગીઓ માટે ખુબ જ સારું રહે છે. જો કોઈને હૃદય ની બીમારી છે તો તેઓ રોજના 3 થી 4 ખજૂર ખાઓ. ખજૂર શરીર ના કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે, જેનાથી હૃદય આઘાત જેવા ખતરાઓ ઓછા થઇ જાય છે.

5. હાડકાઓ મજબૂત કરે છે:

ઓછા સોડિયમ અને અનેક પ્રકારના મીનરેલ્સ હોવાને લીધે, ખજૂર હાડકાઓ માટે બેસ્ટ માનવામાં આવે છે. ખજૂર માં રહેલા સેલિનિયમ, મેગેજીન, કોપર જેવા મિનરલ્સ હાડકાઓ ને મજબૂતી આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here