આપણે ત્યાં અડધાથી વધુ લોકો દૂધ અને દુધ માંથી બનેલી વસ્તુનો વધુ ઉપયોગ કરે છે. એ વાત સત્ય છે કે આપણા દેશમાં ઘણા બધા લોકોના દિવસની શરૂઆત જ દૂધ પીવાથી થાય છે. જેમ કે લગભગ દરેક બાળક સ્કુલ જતા પહેલા દૂધનું સેવન કરે છે, અને તહેવારના દિવસોમાં તો દૂધમાંથી બનેલી વસ્તુઓ સૌથી વધુ વેચાય છે. લોકોને દુધની વાનગીઓ ખાવી ઘણી પસંદ હોય છે.

આ વાત જાણીને તમને નવાઈ થશે કે દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુમાં ભેળસેળ કરવામાં આવે છે. અને સામાન્ય રીતે ડીટર્જેંટ કાસ્ટિંગ સોડા, સફેદ પેઇંટ, ગ્લુકોઝ, અને રીફાઈંડ ઓઈલ વગેરે ઘણા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ બધી વસ્તુઓને કારણે જ કેન્સર જેવી ગંભીર બીમારી વ્યક્તિને થાય છે.

એક રિસર્ચ અનુસાર દેશમાં દુધના આંકડા જોવામાં આવે તો દૂધની જરૂરિયાત તેના ઉત્પાદનની સરખામણીમાં ચાર ગણી વધુ છે. હવે એ વાત તો સ્પષ્ટ છે કે ઉત્પાદન અને જરૂરીયાતના આ અંતરને ઓછું કરવા માટે ભેળસેળનો જ સહારો લેવામાં આવે છે. સામાન્ય રીતે બધા લોકો એવું જ વિચારે છે, કે દૂધમાં સૌથી વધુ પાણીનું ભેળસેળ કરવામાં આવે છે.

પણ હકીકત એ છે કે દુધમાં પાણીથી વધુ બીજી પણ ઘણી ખતરનાક વસ્તુને ભેળવવામાં આવે છે. તે આંકડાના હિસાબથી જાણવા મળે છે, કે દુધમાં સૌથી વધુ ડીટર્જેટ અને સફેદ પેઇંટ જેવી ઝેરીલી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ માણસના આરોગ્ય માટે યોગ્ય નથી અને તેનાથી વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે.

જણાવી દઈએ કે દૂધ પર કરવામાં આવેલી રીસર્ચમાં એ જાણવા મળ્યું છે, કે ભેળસેળના હિસાબે ઉત્તર ભારતની સ્થિતિ સૌથી ખરાબ છે. ઉત્તર ભારતની સરખામણીમાં દક્ષીણ ભારતમાં ભેળસેળનું ચલણ ઓછું જોવા મળે છે. તેમજ તેને લઈને ઘણા વર્ષો પહેલા એક સર્વે પણ વામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન એ જાણવા મળ્યું કે સાફ સફાઈની કમી હોવાને કારણે પેકેજીંગ સમયે દૂધ અને તેમાંથી બનેલી વસ્તુમાં ડીટર્જેટ જેવી ઝેરીલી વસ્તુ ભેળવવામાં આવે છે.

જે વાસણમાં દૂધ રાખવામાં આવે છે, તેને ધોવા માટે ડીટર્જેટનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એ વાસણને સારી રીતે ધોઈ નથી શકાતા. જેથી વાસણમાં લાગેલો ડીટર્જેટ દુધમાં ભળી જાય છે. અને આપણને એવું જ દૂધ મળે છે. જો કે આ બેદરકારીને કારણે થતી ભેળસેળ છે, પણ દૂધને ઘાટું દેખાડવા માટે અને તેને ફાટવાથી બચાવવા માટે ઘણા લોકો દુધમાં જાણી જોઇને ભેળસેળ કરે છે. તે દરમિયાન દુધમાં ઘણી ઝેરીલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંગઠને હાલમાં જ ભારત સરકાર માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે જો જલ્દી જ દૂધમાં થતી ભેળસેળને રોકવામાં ન આવે તો દેશના ૮૭ ટકા લોકો ખરેખર કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની જશે. અમે તો એવી આશા રાખીએ છીએ કે દુધમાં થતી ભેળસેળ બંધ થાય, જેથી લોકોના જીવન સાથે હવે ફરી વખત કોઈ રમત ન થઇ શકે.

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here