સ્માર્ટ સીટી સુરતમાં લાઇફ સાઇકલિંગ ગ્રુપ (LCG) દ્વારા અવારનવાર સીટીજન્સમાં સાઇકલિંગ અવેરનેસન માટે જુદી જુદી ઇવેન્ટસ આયોજિત કરે છે. આ વર્ષે અરુણાચલ પ્રદેશના દુર્ગમ અને નિર્જન વિસ્તાર કપરામાં 9 દિવસમાં 500 કિ.મી. મોસ્ટ એડવેન્ચરીયસ સાઇકલિંગ ટૂર પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે સુરતના પાંચ મેમ્બરોએ પાંચ સિદ્ધીઓ હાંસલ કરી સુરતીઓને દેશભરમાં નામના મેળવી છે.

LCGના કુલ 18 સુરતી સાઇકલિસ્ટસોએ પૂર્વીય અરૂણાચલ પ્રદેશના મીઆઓથી અનીની સુધી 500 કિ.મી.ની ટૂર શરૂ કરી હતી. આ ટૂર એટલા માટે એડવેન્ચરીયસ છે કેમકે અત્યંત દુર્ગમ, નિર્જન અને જ્યાં પાકી સડક તો દૂર પણ પગપાળા સડક પણ નથી તેવા વિસ્તારમાં અને તે પણ ચાઇના બોર્ડરને સમીપ સાઇકલિંગ કરીને પહોંચવાનું હતું. લાઇફ સાઇકલિંગ ગ્રુપના યોગેશ પટેલ, અશોક પટેલ, નવીન પટેલ, ચેતન પટેલ, મિલન પટેલ, હિતેશ ભાદાણી, જગદીશ ઇટાલિયા, એકમાત્ર મહિલા અજિતા ઇટાલિયા, 10 વર્ષનો બાળક કાર્ય ઇટાલિયા, રાજેશ જરીવાલા, યઝદી ડપોટાવાલા, બુરઝીન દોરડી, ઝુબિન ઓલપાડવાલા, વિપુલ નાકરાણી, અપૂર્વે દેસાઇ, દિનું પનવર, કમલેશ ટેલર અને જતીન મહેદીરત્તા શામેલ હતા.

આ મેમ્બર્સોએ પૂર્વીય અરુણાચલ પ્રદેશના મીઆઓથી 26મી જાન્યુઆરી 2019ના રોજ સાઇકલિંગની સાહસિક યાત્રા આરંભી હતી. ઘણી બધી બાધાઓ અને ખરાબ રસ્તાઓ વચ્ચે 3જી ફેબ્રુઆરીની સાંજ સુધીમાં 5-5 અદ્વિતીય સિદ્ધિઓ સર કરી લીધી હતી. ૯ દિવસમાં અરુણાચલ પ્રદેશમાં આવેલા મીઆઓથી અનીની સુધીનું 500 કિલોમીટરનું અંતર કાપી નાખ્યુ હતુ. 2800 મીટર ઉંચાઈ આવેલ બરફથી ઢંકાયેલું માયોડિયા શિખર સર કર્યુ. સમગ્ર 500 કિ.મી.ના સાઇકલિંગ રૂટ પર સુરતના આ સાઇકલિસ્ટસ એ કુલ 14500 મીટર જેટલી ઉંચાઈ પર ચઢાણ કર્યું હતું.

5 અદ્વિતીય સિદ્ધીઓ કંઇક આવી છે.

1. દસ વર્ષના કાર્ય ઇટાલીયા આ સિદ્ધિ સર કરનાર વિશ્વનો સૌથી નાની વયનો સાયકલિસ્ટ બન્યો. કાર્ય ઇટાલિયા માટે કહેવાય છે કે તેના ડીએનએ વ્હીલ્સ અને બ્લડમાં સાઇકલ દોડી રહ્યા છે. કાર્ય ઇટાલિયાના મધર અજિતા ઇટાલિયાએ સાઇકલિંગમાં રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે ફાધર જગદીશ ઇટાલિયા સુરતના જ નહીં બલ્કે ગુજરાતના ખ્યાતનામ સાઇકલિસ્ટસ છે.
2. 66 વર્ષના રાજેશ જરીવાલે 500 કિ.મી. એડવેન્ચરીય સાઈકલિંગ ટૂર પૂર્ણ કરી સૌથી વધુ ઉંમરના સાયકલીસ્ટ બન્યા.
3.અજીતા ઇટાલીયાએ ફરી એકવાર આ સિદ્ધિ સર કરનાર ભારતના સૌ પ્રથમ મહિલા બન્યા. અજીતા ઇટાલિયા અગાઉ હિમાચલ પ્રદેશમાં સ્પીટી વેલી ખાતે કપરામાં કપરી સ્થિતિમાં સાઇકલિંગ કરીને રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. આ તેમની દ્વિતીય સાહસિક સાઇકલિંગ યાત્રા હતી.
4. ભારતમાં સાઈકલીંગ ટૂરમાં જગદીશ ઈટાલીયા પરીવારે 500 કિ.મી.નું સાઇકલિંગ સફળતાપૂર્વક કરી આ સિદ્ધિ સર કરનાર સૌ પ્રથમ ભારતીય પરિવાર બન્યો છે.
5. પૂર્વ અરુણાચલ પ્રદેશ ખાતે 500 કિ.મી.ની સાહસિક યાત્રા સફળતાપૂર્વક સર કરનાર સૌથી મોટું ગ્રુપ સુરતનું લાઇફ સાઇકલિંગ ગ્રીન ગ્રુપ બન્યું છે. કુલ 18 સાઇકલિસ્ટસ સાથે સાઇકલિંગ શરૂ કરનાર આ ગ્રુપના 16 સભ્યોએ સફળતાપૂર્વક ટૂર પૂર્ણ કરી છે. આ સમગ્ર ગ્રુપ એ અત્યાર સુધીમાં આ જગ્યાએ પહોંચનાર સૌથી મોટામાં મોટા ગ્રુપની સિદ્ધિ હાંસલ કરી.

આ સ્થળ એટલી ઉંચાઇ છે કે, જ્યાં પગપાળા ચઢવા માટે તકલીફ થતી હોય ત્યાં સાઇકલ સાથે ચઢવું અને એ પણ અતિશય ઠંડી અને સતત બદલાતા ક્લાઇમેટ વચ્ચે ખૂબ જ અઘરુ છે. સુરતના લોકો દ્વારા આ સિદ્ધી સર કરવી એ ખરેખર સાહસપૂર્ણ કાર્ય બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here