એક એવી પ્રેમ કહાની, જેને વાંચવાના સમયે એવું લાગશે કે જાણે કોઈ ફિલ્મ નો રીવ્યુ વાંચી રહ્યા હોય. આ પ્રેમ કહાની માં એક પ્રેમી છે, એક પ્રેમિકા છે અને વર્ષો પછી અમુક ક્ષણ માટે થયેલા મિલનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ક્ષણ ખુબ જ ખુશનુમા અને ખાસ હતી, જયારે 72 વર્ષ પછી 90 વર્ષ ના ‘ઇ.કે નારાયણન નામ્બિયાર’ એ 86 વર્ષ ની પોતાની પત્ની શારદા ની મુલાકાત કરી.

શા માટે થયા બંને અલગ?:
1946 માં શરૂ થયેલી નારાયણન અને શારદા ની પ્રેમ કહાની 1946 માં જ પુરી થઇ ગઈ. તેઓના લગ્ન ના માત્ર 8 જ મહિના થયા હતા કે રાજનીતિ અને સંજોગો ને લીધે આ જોડી ને એકબીજા થી અલગ થવું પડ્યું. રિપોર્ટ ના અનુસાર નારાયણન અને તેના પિતા ‘થલીયાન નામ્બિયાર’ એ 30 ડિસેમ્બર 1946 ના રોજ 500 અન્ય સ્વયંસેવકો ની સાથે Kavumbai Farmers Rebellion માં હિસ્સો લેવાનો નિર્ણય લીધો, પણ માલાબાર સ્પેશલ પોલીસ ને લીધે તેઓની પ્લાનિંગ નાકામિયાબ રહી હતી.

આ આંદોલન ના દરમિયાન ગોળીઓ ચાલી અને ઘણા લોકોના જીવ પણ ગયા, પણ તેને નરાયણન ની કિસ્મત જ કહી શકાય કેમ કે તે ગોળીઓના વરસાદ થી બચી ગયા.31 ડિસેમ્બર ના માલાબાર સ્પેશલ પોલીસ એ નામ્બિયાર ના ઘર પર છાપો માર્યો અને ઘર નો દરેક સમાન ફેંકી દીધો. ખરાબ સંજોગો ને જોતા શારદા ને તેના પિયર માં મોકલી દેવામાં આવી. બીજી તરફ નામ્બિયાર પોલીસ ની ધરપકડ માં આવી ગયા હતા અને તેને 8 વર્ષ ની જેલ થઇ હતી.

8 વર્ષ પછી જેલ થી છૂટ્યા પછી સૌથી પહેલા નારાયણન એ પોતાની પત્ની શારદા ની શોધ કરી. તેને જાણ થઇ કે શારદા એ બીજા લગ્ન કરી લીધા છે, તેના પછી નારાયણન એ પણ બીજી વાર લગ્ન કરી લેવાનો નિર્ણય લઇ લીધો. બીજા લગ્ન કર્યા પછી તેના બાળકો પણ થયા. નારાયણન ની ભત્રીજી ‘સંથા કાવુમ્બેય’ એ તેના જીવન પર એક ઉપન્યાસ પણ લખ્યો છે, જેનું શીર્ષક ’30 ડિસેમ્બર’ છે.

એવામાં જયારે શારદા ના દીકરા ભાર્ગવન એ નારાયણન ની ભત્રીજી ની મુલાકાત કરી, તો તેમણે પોત પોતાના પરિવારની સાથે વાત કરીને બંને ને મળાવવાનો નિર્ણય લીધો. તેના પછી નારાયણન પોતાની ભાભી અને સંતાનો ની સાથે શારદા ના ઘરે પહોંચ્યા, જ્યા કેરળ નું પારંપરિક ભોજન ખવડાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. શારદા ને મળતા જ નારાયણન એ તેના માથા પર હાથ મુક્યો, અને બંને ની આંખો માં પ્રેમ-લાગણી-દુઃખ ની ભાવના સ્પષ્ટ દેખાઈ રહી હતી.

આ પ્રેમ કહાની ની એક દિલચસ્પ વાત એ છે કે બંને ને એકબીજાથી કોઈ અણગમો કે ફરિયાદ ન હતી, કેમ કે તેઓને ખબર જ છે કે જે કંઈપણ થયું તેમાં બંન્ને માંથી કોઈનો પણ વાંક ન હતો. શારદા એ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તે જેટલા પણ મહિના નારાયણન ના ઘરે રહી હતી તે દરમિયાન તેને એક દીકરી ની જેમ જ રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here