મિત્રો પ્રેમ ઘણો વિચિત્ર હોય છે. આજકાલ તો લોકો તેમાં ઉંમર, લિંગ, મર્યાદા કંઈ નથી જોતા. આજે અમે તમારી સમક્ષ એવો જ એક કિસ્સો લઈને આવ્યા છીએ, જેમાં એક 38 વર્ષની મહિલાને એક 23 વર્ષના છોકરા સાથે પ્રેમ થઈ ગયો અને તેમણે લગ્ન પણ કરી લીધા. આવો તમને આ આખા કિસ્સા વિષે થોડું વિસ્તારથી જણાવીએ. આ કિસ્સો ચીનનો છે.

ચીનમાં એક નવપરિણીત કપલ ચર્ચામાં છે. કારણ કે અહીં 38 વર્ષની એક અમીર મહિલાએ 23 વર્ષના એક છોકરા સાથે લગ્ન કર્યા છે. મહિલાની સાસુ એના કરતા ઉંમરમાં ફક્ત 3 વર્ષ મોટી છે. આ લગ્ન ગયા મહિને હેન્નાન પ્રાંતના કિયોંગધઈ શહેરમાં થયા છે. એના ફોટા વાયરલ થતા જ વરરાજા અને નવવધૂની ઉંમરને લઈને અલગ અલગ વાતો થઇ રહી છે.

જણાવી દઈએ કે આ પતિ પત્ની વચ્ચે ઉંમરમાં 15 વર્ષનો ફરક છે. બંનેમાં જયારે રોમાન્સ થયો, ત્યારબાદ થોડા દિવસમાં જ મહિલા પ્રેગ્નેન્ટ થઇ ગઈ. ત્યારબાદ બંને જણાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો, અને છોકરાએ એના માતા પિતા સમક્ષ આ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. જો કે પરિવારે એમની ઉંમરને લઈને આ લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારબાદ એ મહિલાએ છોકરાના પરિવારને 66 લાખ રૂપિયા રોકડા, એક રિયલ એસ્ટેટ લૉટ અને એક ફેરારી સ્પોર્ટ્સ કાર દહેજમાં આપવાનો નિર્ણય લીધો. દહેજમાં લગભગ 20 કરોડ રૂપિયાના ગિફ્ટ અને રોકડ રકમ મળવાની ઓફર પછી છોકરાના પરિવાર વાળા આ લગ્ન માટે રાજી થઇ ગયા.

જણાવી દઈએ કે આ મહિલા રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે, અને પહેલા પણ તે એક લગ્ન કરી ચુકી છે. એના પહેલા લગ્ન પછી એનો 14 વર્ષનો એક છોકરો પણ છે. આ મેળ ન ખાતા કપલના લગ્નની એક શાનદાર સેરેમની પણ થઇ. બંને જણા લાલ રંગની ફેરારીમાં સેરેમનીમાં પહોંચ્યા. નવવધૂ સોનાના ઘરેણાં પહેરેલી જોવા મળી. લગ્ન સમયે મહિલા પ્રેગ્નેન્ટ હતી, પણ સફેદ રંગના ગાઉનમાં તે ઘણી સુંદર દેખાતી હતી. તેમજ વરરાજો દરેક ફોટામાં ખુશ અને સમાઇલ કરતો દેખાઈ રહ્યો છે.

આ લગ્નને લઈને લોકોના રિએક્શન મિશ્રિત જોવા મળ્યા. અમુક લોકોએ એમને અભિનંદન આપ્યા, તો ઘણાએ દાવો કર્યો કે છોકરાએ અમીર મહિલા સાથે પૈસાની લાલચમાં લગ્ન કર્યા છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર એક યુઝરે લખ્યું, હું એકવાર ફરી પૈસાની શક્તિને માની ગયો. એનાથી કંઈ પણ ખરીદી શકાય છે. એક અન્ય યુઝરે છોકરા અને એના પિતા પર જોક્સ કરતા લખ્યું, કે “પિતા – મારા દીકરાની પત્ની પૈસા વાળી છે. ચાલો કેશની ડીલ મંજુર કરી લઈએ.”

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here