1. મેષ – અ,લ,ઈ (Aries):
શેર માર્કેટ, શરત આધારિત કામ અને કોમોડિટી સાથે જોડાયેલ વ્યક્તિઓને આર્થિક નુકસાન જવાની સંભાવના છે. પારિવારિક જીવન આજે ઠીક ઠીક રહેશે. તમે કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાઈ શકશો. મનની શાંતિ માટે તમારા ગુરુની શરણે જાવ. પરણિત મિત્રો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આ સમય દરમિયાન તમારા ગુસ્સાને કાબુમાં રાખો. સ્વાસ્થ્ય આજે થોડું ઊંચુંનીચું થઇ શકે છે. વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા સમયે તકેદારી રાખવી. વિદ્યાર્થીઓને ભણવામાં સફળતા મળશે. સમાચાર અને મીડિયા સાથે જોડાયેલ મિત્રોને પ્રમોશનના યોગ છે. શેર માર્કેટમાં પૈસા રોકવા માટે આજનો દિવસ યોગ્ય નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
તમારો વેપાર વધારવા માટે આજે તમને ખાસ લોકોની મદદ મળશે. બીજાને આપેલ ઉધાર પૈસા પરત મળી શકશે. પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો, જો હજી સુધી ક્યાય બહાર જવાનું નથી થયું તો આજે પરિવાર સાથે નાનકડી મુસાફરી કરવાનો યોગ છે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો રહેશે, પ્રેમી સાથે આજે કોઈ સારી રસપ્રદ જગ્યાએ ફરવા જઈ શકશો. જે પણ મિત્રો લગ્ન કરવા માંગે છે તેમની માટે આજે સારા ઘરથી માંગુ આવશે. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. શેર માર્કેટમાં પૈસા સાવચેતીથી ઇન્વેસ્ટ કરજો આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. નોકરી કરતા મિત્રોને આજે પગાર વધારો કે પ્રમોશનના યોગ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના યોગ છે, નોકરી અને વેપાર કરતા મિત્રોને ધનલાભ થવાના યોગ છે. આજે જીવનસાથીના નામે કોઈ મિલકત એટલે કે ઘર કે જમીન લેશો તો ભવિષ્યમાં સારો ફાયદો મળશે. પરણિત મિત્રોને બહાર કોઈ સાથે અફેર થઇ શકે છે પોતાની જાત પર કંટ્રોલ કરતા શીખો. હાડકાનો કોઈ જુનો રોગ હશે જે તમને આજે પરેશાન કરશે. આજે નોકરી કરતા મિત્રોને સહકર્મીઓ પાસેથી સારો સપોર્ટ મશે. જૂનું કોઈ મકાન વેચવા મુક્યું હશે તો આજે સારો ભાવ તમને મળશે. આજે બની શકે તો મનને શાંત રાખો નહીતો સાંજના સમયે માથાનો દુખાવો પણ થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : સોનેરી

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારી મુલાકાત તમે વિચાર્યું પણ નહિ હોય એવા લોકો સાથે થશે. આજે વધુ પડતી મહેનત તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. સતત કામના બોજ હેઠળ ના રહેશો એ તમને શારીરિક તકલીફ તો આપશે પણ સાથે સાથે માનસિક રીતે પણ થકવી દેશે માટે આજે થોડો સમય આરામ કરવામાં પણ વ્યતીત કરો. આજે પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. તો તમારા પરિવારને ખૂબ પ્રેમ કરો એન તેમના સાથ અને સહકારથી આગળ વધો. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio):
આજે પૈસા કમાવવા માટે સારી તક તમને મળશે. તમારામાં અનોખી માનસિક ઉર્જાની અનુભૂતિ થશે. તમારી મુલાકાત કેટલાક જ્ઞાની લોકો સાથે થઇ શકે છે. પરિવાર સાથે મળીને કોઈ બિઝનેસ શરુ કરવા માંગો છો તો આજનો દિવસ સારો છે. આજે તમને જીવનસાથી નો સારો સપોર્ટ મળશે. તમારું લગ્નજીવન આનંદપ્રમોદથી પસાર થશે. આજે કરેલ કામ અને મહેનતના લીધે તમને થાકનો અનુભવ થશે. તમને આજે કેટલાક લોકો તમારા લક્ષથી દૂર કરવાનો પ્રયાસ કરશે પણ તમારે હારવાનું નથી. બિઝનેસ વિદેશમાં ફેલાવવા માટે આજનો દિવસ યોગ્ય છે. જો નોકરીમાં કોઈ પ્રોજેક્ટ અટકી ગયો છે તો તેની નવેસરથી શરૂઆત કરી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : કાળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
તમારી આર્થિક પરીસ્થિતિમાં પરિવર્તન આવવાનો યોગ છે. શેર માર્કેટ અને કોમોડિટી ક્ષેત્રમાંથી તમે વિચાર્યું હશે તેનાથી વધુ ફાયદો તમને થશે. આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. તમારા મનને ફ્રેશ કરવા માટે બાળકો અને મિત્રો સાથે સમય વિતાવો. તમારું લગ્નજીવન આજ જેટલું સુંદર ક્યારેય નહોતું. તમારી માનસિક શાંતિમાં વધારો થશે. સ્વાસ્થ્યની કાળજી માટે તમારે આજથી જ બગીચામાં ચાલવા જવું અને કસરત કરવાની શરૂઆત કરવી. નોકરી કરતા મિત્રોને તેમના ઉપરી અધિકારી તરફથી સારો સપોર્ટ મળશે. વિદ્યાર્થી મિત્રો માટે પણ આજનો દિવસ શુભ છે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):
આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):
આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે સંતાનોના કારણે તમારી ચિંતામાં વધારો થશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આર્થિક સ્થિતિ સારી રહેશે, એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના રસ્તા ખુલશે. આવક વધવાની સાથે ખર્ચમાં પણ વધારો થશે. મિત્રો સાથે સંબંધો વધુ મજબુત થશે. પરિવાર સાથે આજે મોજ મસ્તીથી દિવસ વિતાવી શકશો. પ્રેમીઓ માટે આજનો દિવસ ઘણો સારો છે એકબીજા સાથે તમે સારો સમય વિતાવી શકશો. વેપાર કે નોકરીના કોઈ મહત્વના કામ કે પ્રોજેક્ટમાં ક્યાંક મૂંઝવણ છે તો તમારા વડીલો કે પછી મિત્રોની સલાહ લેજો જેનાથી તમને સારો ફાયદો મળશે, ભાઈ બહેનના સપોર્ટથી દરેક સમસ્યા સુલઝાવી શકશો. જે વિદ્યાર્થી મિત્રો ભણવા માટે વિદેશ જવાનું વિચારે છે તેમની માટે સારો સમય છે.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ

10. મકર – જ, ખ (Capricorn): .
તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબુત થશે. પૈસાની કમીના કારણે અટકી ગયેલા દરેક કામ સરળતાથી પૂર્ણ કરી શકશો. નોકરી કરતા મિત્રોને પ્રમોશનના યોગ છે. વેપારી મિત્રોને પોતાના બિઝનેસ માટે કરેલ લોનની અરજી સ્વીકાર થશે અને તેમારો બિઝનેસ વધારી શકશો. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. શરીર ક્યાંક દુખાવો થતો હોય તો તેલ માલીશ દ્વારા તેમાંથી રાહત મેળવી શકશો. પ્રેમી માટે આજે સારો દિવસ છે સાંજના સમયે પ્રેમી યુગલ કોઈ મુસાફરી પર જઈ શકે છે. આજે પારિવારિક જીવન ખુશીથી ભરપુર હશે. નજીકના કોઈ સંબધીના ત્યાંથી કોઈ સારા પ્રસંગના સમાચાર મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારી નજીકના કોઈ મિત્ર મુશ્કેલીમાં મુકાશે. આજે તમે મિત્રોની મદદ કરજો જયારે તમે કોઈ મુશ્કેલીમાં મુકશો ત્યારે એ મિત્રો જ તમારી મદદે આવશે. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. કોઈપણ જગ્યાએ લાંબા મૂડીરોકાણમાં સાચી માહિતી અને સાચી વિગતો જાણ્યા વગર નિર્ણય કરશો નહિ. નકારાત્મકતાને તમારાથી દૂર રાખો. કોઈપણ મુશ્કેલીમાં તમારી ધીરજ ગુમાવશો નહિ. જો કોઈ તમારા પ્રેમનું મૂલ્યાંકન પૈસાથી કરે તો એ વ્યક્તિથી દૂર રહો તમારી ગેરહાજરી તેમને તામારા સાચા પ્રેમની અનુભૂતિ કરાવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે પ્રવાસના યોગ બની રહ્યા છે. આજે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ તમારી માટે યોગ્ય છે તમારા વડીલોને સાથે લઈને કરો આ મહત્વના નિર્ણય. આજે નવી મિલકત ખરીદીના પણ યોગ બની રહ્યા છે તો થોડી સાવધાની રાખીને મિલકત પણ ખરીદી શકો છો. આજે તમને મળતી કોઈપણ તકને તમારે ઇગ્નોર કરવાની નથી. આજની સાંજ તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી વાતો કરીને વિતાવો. એકબીજાની કેર કરો જેથી તમારા સંબંધો પહેલાથી પણ વધુ મજબુત બનશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે અનેક મિત્રો તમારા વ્યવહારથી તમારાથી બહુ દુખી થશે. તમારી દરેક ખુશીમાં તમારા મિત્રોને પણ સામેલ કરો. આમ કરવાથી તમારા મિત્રો તમારાથી ખુશ થશે. આ વર્ષે તમારા ઘરમાં ખુશીઓનું સ્વાગત થશે. તમારા દરેક તહેવાર આનંદ અને ખુશીઓથી ભરપુર હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here