કિલર ડાન્સ મૂવ્સ દ્વારા જલવો વિખેરી રહી છે દિશા પટણી, હોટ Video થયો Viral

દિશા પટણી બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં સામેલ થઈ ચુકી છે. દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ છે. દિશા મોટાભાગે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટો, વર્કઆઉટ અને ડાન્સિંગ વીડિયો શેર કરતી રહે છે. દિશાની ફિટનેશથી લઈને તેના ડાન્સિંગ મૂવ્સ પણ ફેન્સને ખૂબ પસંદ આવે છે. ભારતમાં સલમાન ખાનની સાથે સ્લો મોશન ગીત પર દિશાએ પોતાના ડાન્સથી દર્શકોને ખૂબ ઈમ્પ્રેસ કર્યા. હવે દિશાનો એક નવો વીડિયો સામે આવ્યો છે.

હાલમાં જ દિશા પટણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં દિશ પોતાના ડાન્સિંગના કિલર મૂવ્સથી આગ લગાવી રહી છે. વીડિયોમાં દિશા કોઈ સ્ટૂડિઓમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. દિશાએ રેડ શોર્ટ્સની સાથે બ્લેક ક્રોપ ટોપ પહેરેલું છે. દિશાની પાછડ તેની કોરિયોગ્રાફર પણ ડાંસ કરતી જોવા મળી રહી છે. દિશાએ પોતાના વીડિયોને કેપ્શન આપ્યું, ‘Chilling with my lovely @dimplekotecha choreography @lando_coffy’

ભારતની સફળતા બાદ દિશા હવે પોતાની અપકમિંગ ફિલ્મ મલંગની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દિશાની સાથે આદિત્ય રોપ કપૂર પણ જોવા મળશે. રિપોર્ટ અનુસાર ફિલ્મ મલંગનો એક સીક્વન્સ શૂટ કતી વખતે દિશાને ઈજા પહોંચી હતી. દિશાને મલંગના સેટ્સ પર ઈજા પહોંચ્યા બાદ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી અને હવે તે ઠીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial