મૃત્યુ પંચકમાં ભૂલથી પણ ન કરો આ કામ થઈ શકે છે મુશ્કેલી

શનિવારના દિવસથી મૃત્યુ પંચક લાગી ગયું છે. શનિવારના દિવસે શરૂ થાય છે, પંચક જેને મૃત્યુ પંચક કહે છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગ્રહ-નક્ષત્રોની દશા અને દિશા બદલાય તો મનુષ્યના ભાગ્ય પર અસર થાય છે. ગ્રહ-નક્ષત્રો એકસાથે બને છે અને તે ખાસ યોગને પંચક કહેવામાં આવે છે.

અત્યારના સમયે ચંદ્રમાં કુંભ અને મીન રાશિ દ્રષ્ટિગોચર થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ પંચક કાળમાં શુભ કામ કરવામાં આવતું નથી. તેને અશુભ સમય માનવામાં આવે છે. પંચકમાં ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રનો સંયોગ બને છે. પંચક દર મહિને બેસે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ પંચક કાળમાં શુભ કર્મોનો પ્રભાવ પણ ઉલટો પડે છે. આ કાળમાં ધનની લેણદેણ, બિઝનેસ, યાત્રા અને કોઈપણ પ્રકારની સોદાબાજી કરવી નહીં. આ સમયે આ કામ કરવાથી આર્થિક નુકસાન થાય છે.

પંચકમાં ન કરો આ કામ
-જ્યોતિષશાસ્ત્ર મુજબ પંચક દરમિયાન દક્ષિણ દિશામાં પ્રવાસ ન કરવો જોઈએ કેમકે તેને યમની દિશા માનવામાં આવે છે.
-શબનું દહન ન કરવું જોઈએ. અને શક્ય હોય તો શબનું ક્રિયાકર્મ જાણકાર પંડિત પાસે કરાવવું જોઈએ.
-પંચક હોય ત્યારે પલંગ ન બનાવવો જોઈએ.

-પંચક દરમિયાન જો રેવતી નક્ષત્ર હોય અને તે સમયે ભવનનું નિર્માણ કામ ચાલી રહ્યું હોય તો છત ન નંખાવી જોઈએ.
-જો ધનિષ્ઠા નક્ષત્રમાં પંચક હોય તો તે સમયે લાકડું અને જ્વલનશીલ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ કેમકે તેમાં આગ લાગવાનો ડર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial