આ નાનકડી ભૂલ તમને બનાવી દેશે કંગાળ, થશે મોટુ નુકસાન

‘માણસ માત્ર ભુલને પાત્ર’ આ કહેવત પાછળ મુખ્ય કારણ છે કે માણસથી અવારનવાર ભુલ થતી જ રહે છે. પરંતુ રોજિંદા જીવનમાં થતી કેટલીક ભુલ વ્યક્તિના ખિસ્સા પર ભારે પડે છે. આ ભુલ કરવાથી ધનહાનિ તો થાય જ છે સાથે જ ઘરમાં ક્લેશ અને દરિદ્રતાનું સામ્રાજ્ય છવાઈ જાય છે. અજ્ઞાનતાના કારણે થતા આર્થિક નુકસાનથી બચી પણ શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવી વાતોનો ઉલ્લેખ મળે છે જેને કરવાથી આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ કામ એવા છે જેને કરવાથી ઘરમાં આર્થિક તંગી આવે છે. 

સફાઈ

ઘરની સાફ સફાઈ કેવી રીતે થાય છે તેના પર ઘરની આર્થિક સ્થિતીનો આધાર રહેલો હોય છે. સામાન્ય રીતે લોકો પોતાના ઘરની અંદરની સફાઈ પર જ ધ્યાન આપે છે. પરંતુ ઘરની બહારની સફાઈ પણ મહત્વની હોય છે. ઘરની બહારની સાફ સફાઈનું જે ધ્યાન ન રાખે તેના ઘરમાંથી ધન બહાર થઈ જાય છે. 

સફાઈનો સામાન

ઘરમાં સફાઈ હોવા સાથે જરૂરી છે કે સફાઈનો સામાન પણ વ્યવસ્થિત સ્થાને રાખવામાં આવે. સફાઈનો સામાન જેમકે ઝાડૂ, પોતાં અને અન્ય વસ્તુઓને ઘરની બહારની તરફ રાખવાથી ધન પણ બહાર તરફ જતું રહે છે. આમ કરવાથી આવકના સાધન ઘટી જાય છે.

જૂતા ચપ્પલ

ઘરમાં જૂતા ચપ્પલ પણ જ્યાં ત્યાં ઉડે નહીં તેનું ધ્યાન રાખવું. ઘરના મુખ્ય દરવાજાની સામે જ ચપ્પલ પડ્યા રહે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. જૂતા ચપ્પલ એક સ્થાને વ્યવસ્થિત રાખવા.

મુખ્ય દરવાજો, ઘરની બારી

ઘરનો મુખ્ય દરવાજો સાફ અને સ્વચ્છ હોવો જોઈએ. આ ઉપરાંત સૂર્યોદય સાથે જ ઘરની બારીઓને ખોલી દેવી જોઈએ. 

ઘરનું લોકર

ઘરનું લોકર જેમાં રૂપિયા કે કિમતી વસ્તુઓ રાખવામાં આવે છે તેને દક્ષિણ, પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.

કચરાપેટી

કચરાપેટી ક્યારેય ખુલ્લી રાખવી નહીં. કચરાપેટી એવી જ રાખવી જે બંધ થઈ જાય કારણ કે તેમાંથી નકારાત્મક ઊર્જાનો પ્રવાહ નીકળે છે અને તે ઘરમાં ફેલાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial