આજથી જ પીવાનું શરૂ કરી દો આ પીણું, ચમકવા લાગશે તમારી ત્વચા

ત્વચામાં રહેલ કોલેજન ઉંમરમાં વધવાની સાથે ઓછા થવા લાગે છે પરિણામ સ્વરૂપ ત્વચા પર કરચલીઓ નજર આવવા લાગે છે. જો કે કરચલીઓ આવવી તે બાયોલૉજિકલ પ્રોસેસ છે પરંતુ ત્વચાની યોગ્ય કાળજી ન થવા પર સમય પહેલા જ કરચલીઓ નજર આવવા લાગે છે. એટલા માટે ડિટૉક્સ ડ્રિન્કનું સેવન કરવું જરૂરી છે. જેનું દરરોજ સેવન કરવાથી ચહેરા પર નેચરલ ગ્લો આવી જશે અને કરચલીઓ પણ ઓછી થવા લાગશે.

દૂધ 

રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધનું સેવન ચોક્કસથી કરો. તેનાથી શરીરને કેલ્શિયમ અને પ્રોટીન મળશે. જેનાથી હાડકાં મજબૂત થશે અને ચહેરા પર પણ નિખાર આવવાનું શરૂ થઇ જશે. આ ઉપરાંત દરરોજ એક સંતરાનું સેવન કરવાથી કરચલીઓ પડશે નહીં અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

 પાણી

શરીરમાં પાણીની ઉણપ થવાને કારણે પણ ચહેરા પર ડલનેસ જોવા મળે છે. ધીરે-ધીરે ત્વચાની કોમળતા ઓછી થવાને કારણે કરચલીઓ પડવાનું શરૂ થઇ જાય છે. તેના માટે તરલ પદાર્થોનું સેવન ચોક્કસથી કરો અને દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીઓ.

 બ્લેક કૉફી અને   ગ્રીન ટી

એન્ટી ઑક્સીડેન્ટથી ભરપૂર બ્લેક કૉફીને નાસ્તો કર્યા બાદ પીવાથી બૉડીને એનર્જી મળે છે. તેનાથી ત્વચા ચમકદાર બને છે અને કરચલીઓ ઓછી થવા લાગે છે. ત્યારે દિવસમાં 1 અથવા 2 વાર ગ્રીન ટીનું સેવન કરો. તેનાથી લોહી શુદ્ધ થાય છે અને સ્કીન પ્રૉબ્લમથી છૂટકારો મળે છે.

 ટામેટાનો રસ

ટમાટરમાં લાઇકોપીન હોય છે જે એન્ટી ઑક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી બનાવવામાં આવેલ ડ્રિન્ક અથવા સૂપ પીવાથી પણ ત્વચા નિખરવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial