દવા લેતાં પહેલાં આ સાવચેતી જરૂર રાખજો, નહી તો મુશ્કેલીમાં મુકાઇ જશો

સામાન્ય રીતે બીમારી થાય ત્યારે લોકો ડોક્ટરની સલાહ લઈ દવા લેતા હોય છે. જો કે કેટલાક લોકો નાની મોટી તકલીફ હોય ત્યારે ડોક્ટર પાસે જવાને બદલે દુકાનદાર પાસેથી જ દવા લઈ ખાઈ લેતા હોય છે. આ દવા ખાવાથી ક્ષણિક લાભ થાય છે જેને દર્દી પોતાની સફળતા માને લેતા હોય છે. આજના ઈંટરનેટના યુગમાં કેટલાક બુદ્ધિજીવી લોકો નેટના આધારે દવા લેતા પણ થઈ ગયા છે. આ આદતો વ્યક્તિને સમસ્યામાં મુકી શકે છે.

side effects of medicine

આ આદતોથી દર્દીના રોગનું નિદાન થતું નથી અને દવાઓ યોગ્ય રીતે લીધેલી ન હોવાથી તેના કારણે શરીર પર પણ વિપરિત અસર થાય છે. એટલા માટે જ જરૂરી છે કે દવા લેતા પહેલા કેટલીક સાવધાની રાખવી જોઈએ. 

1. શક્ય હોય ત્યાં સુધી ડોક્ટરનો સંપર્ક કર્યા બાદ જ દવા લેવી અને દવા લેવા માટે ડોક્ટરએ જે નિર્દેશ કર્યા હોય તેનું પાલન કરવું.

2. પુસ્તકોમાં દર્શાવેલા નુસખા અજમાવો તો સાવધાન રહેવું. કોઈ નિષ્ણાંતનો પરામર્શ લીધા બાદ જ કોઈપણ નુસખા અજમાવવા.

3. નાની મોટી તકલીફ હોય તો દવા લેવાનું ટાળો. દુખાવો દૂર કરવા માટેની દવા લેવી હોય તો ચિકિત્સકનો પરામર્શ કરવો.

4. દવા લેતી વખતે ખાસ ધ્યાન રાખવું. દવા પર દર્શાવેલી તારીખો ખાસ ચકાશી લેવી. જૂની દવાઓનો ઉપયોગ લાભ કરવાને બદલે નુકસાન કરી શકે છે.

5. દવાની અસર ન થાય તે વિપરિત થાય તો તુરંત ડોક્ટરને જાણ કરો.

6. દવા ખાવાનો સમય ધ્યાનમાં રાખવો.

7. દવા ખાવાની રીત પણ અલગ અલગ હોય છે જે અનુસાર જ દવા લેવી.

8. ઝડપથી અસર થાય અને તકલીફ દૂર થઈ જાય તે માટે વધારે પ્રમાણમાં દવા લેવી નહીં.

9. દવાને સુરક્ષિત સ્થાન પર રાખો. ધૂળ, માટી વગેરેથી દવાને સંભાળીને રાખો.

10. કેટલીક દવાઓને એકસાથે લઈ શકાય નહીં, આવી દવાઓ વિશે ડોક્ટરને પુછી લેવું.

11. દવા લેતા ખાવાપીવાની વસ્તુઓમાં પણ પરેજી રાખવી જે ડોક્ટર જણાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial