ધોળકા વિધાનસભા વિવાદ : તત્કાલિન ચૂંટણી અધિકારીને પોતાનો પક્ષ રજૂ કરવાનો કોર્ટે સમય આપ્યો

ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટ આ કેસમાં ડેપ્યુટી કલેકટર સહિત તમામ લોકોના નિવેદન લઇ ચુકી છે. કોર્ટે આ સમગ્ર કેસમાં પ્રતિવાદી ધવલ જાનીને પોતાનો પક્ષ લેખિતમાં રજૂ કરવાનું જણાવ્યું છે.

gujarat school vacation

ધવલ જાની જે તે સમયના ચુંટણી અધિકારી રહી ચુક્યા છે. સમગ્ર વિવાદમાં ધવલ જાનીની સંડોવણી છે કે કેમ તેને લઈને પોતાનો પક્ષ રજુ કરવાનો સમય આપ્યો છે ત્યારે ધવલ જાની તરફી વકીલ દ્વારા આગામી બીજી જુલાઈએ ધવલ જાની તરફી પોતાના સાક્ષીઓ રજુ કરવામાં કે નહી તે અંગેનો નિર્ણય કરવામાં આવશે. આ કેસની વધુ સુનવણી હવે બીજી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial