સુરત : કમિશનરના આદેશ બાદ હેલ્મેટ વગર ફરતા મીડિયા અને પોલીસ કર્મચારીઓ પાસેથી દંડ વસુલવામાં આવ્યો

રાજ્યમાં હેલ્મેટને લઈને કાયદો હોવા છતા તેનું પાલન થતું નથી. ખાસ કરીને પોલીસકર્મીને લઈને લોકોમાં એવી માન્યતા છે કે તેઓ હેલ્મેટ પહેરતા નથી. જેની સામે સુરત પોલીસ કમિશનરે કડક હાથે પગલા લીધા છે. તેમણે આદેશ કર્યો છે કે શહેરમાં દરેક વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. જો કોઈ વ્યક્તિ તેનું ઉલ્લંધન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે પછી ભલે તે પોલીસકર્મી હોય કે મીડિયાવાળા. જેને પગલે પોલીસ કમિશનર કચેરીથી હેલ્મેટ વિના બહાર નીકળતા તમામ મીડિયા અને પોલીસ કર્મચારીઓ પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનરના આદેશ બાદ કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્મેટ વિના કોઈ પણ પોલીસ કર્મચારીઓ હોય કે પછી મીડિયાકર્મી તમામની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial