ટેરિફ નહી ભારતથી આ કારણે ચિડાય છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, સાચુ કારણ આવ્યુ સામે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર અમેરિકાની ચીજવસ્તુઓ પર વધુ ટેરિફ વસુલવાનો આરોપ લગાવતા રહે છે. ટ્રમ્પ આ પહેલા પણ ભારતને ટેરિફ કિંગ કહીને બદનામ કરી ચૂક્યા છે.પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવામાં જરા પણ વાસ્તવિકતા નથી. કારણ કે દુનિયાના અન્ય દેશોમાં અમેરિકાની ચીજવસ્તુઓ પર ભારતથી પણ ઘણા વધારે ટેરિફ લાગે છે.

ભારત દ્વારા અમેરિકાની ચીજવસ્તુઓ પર ટેરિફ વધારવામાં આવ્યા બાદ અમેરિકા ભારત પર વધુ ટેરિફ વસુલવાનો આરોપ લગાવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ટેરિફ વોર માટે ભારતને જ જવાબદાર ઠેરવતા રહ્યા છે. પરંતુ વાસ્તકવિકતા કંઇક અલગ જ છે. ભારત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં નિયત આયાત ડ્યુટીથી પણ બેહદ ઓછી ડ્યુટી વસુલ કરી રહ્યું છે.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં નિયત દર 40 ટકાથી વધુ છે. પરંતુ ઔદ્યોગિક વસ્તુઓ પર સરેરાશ આયાત ડ્યુટી 10.2 ટકા જ લગાવવામાં આવે છે. ભારત કેટલીક વસ્તુઓના આયાત પર વધુ ડ્યુટી વસુલે છે. જેમકે દારૂ પર 150 ટકા અને ઓટોમોબાઇલ પર 75 ટકા ડ્યુટી ભારત વસુલ કરે છે. પરંતુ અન્ય અનેક દેશો આનાથી પણ વધુ ટેરિફ ઝીંકે છે.

દાખલા તરીકે જાપાન 736 ટકા, સાઉથ કોરિયા 807 ટકા અને ખુદ અમેરિકા 300 ટકા ટેક્સ લગાવે છે. જે ભારતના 150 ટકાથી ક્યાંય વધુ છે. ભારતની સરેરાશ આયાત ડ્યુટીની સરખામણી જો અન્ય વિકાસશીલ દેશો સાથે કરવામાં આવે તો ડ્યુટી લગભગ સરખી જ છે. ભારત સરેરાશ 13.8 ટકા ટેક્સ વસુલ કરે છે. જ્યારે કે આર્જેન્ટિના અને દક્ષિણ કોરિયા 13.7 ટકા, તેમજ બ્રાઝીલ 13.4 ટકા સરેરાશ આયાત ડ્યુટી વસુલ કરે છે.

ભારત જો કેટલાક ચીજવસ્તુઓ પર વધુ ટેક્સ વસુલ કરે છે તો અમેરિકા પણ અનેક ભારતીય ઉત્પાદનોની આયાત પર વધુ ટેક્સ ઝીંકે છે. ભારત મોટરસાયકલ પર 50 ટકા અને નેટવર્ક રાઉટર્સ તથા સેલફોન પાર્ટ્સ પર 20 ટકા આયાત વસુલે છે. તો અમેરિકા ભારતીય તંબાકૂ ઉત્પાદનો પર 350 ટકા ડ્યુટી વસુલે છે.

આ ઉપરાંત મગફળી પર 164 ટકા અને ફૂટવેર પર 48 ટકા ટેક્સ વસુલે છે. ભારતમાં અમેરિકાની નિકાસ ઘણી તેજીથી વધી રહી છે. છેલ્લા 2 વર્ષમાં અમેરિકાની ભારતમાં નિકાસ 33.5 ટકા વધી છે. જ્યારે કે સામે ભારતીય નિકાસમાં ફક્ત 9.4 ટકાની જ તેજી આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial