સરદાર પટેલ ની પ્રતિમા માં પાણી ભરાવા મામલે હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે…

ગુજરાતમા સરદાર વલ્લભભાઈ પટેલની નર્મદા બંધ નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માં ગઈકાલે વરસેલા વરસાદના પગલે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદની વાછટના કારણે વ્યુઇંગ ગેલેરીમાં ભરાયેલા પાણી નીચે સુધી ટપકવાની ઘટના પણ બની.સ્ટેચ્યૂના મેઇન્ટેનન્સ સામે અનેક પ્રશ્નાર્થો સર્જાયા હતાં.એલ. એન્ડ. ટી કંપની દર સોમવારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું મેઇનટેનન્સ કરે છે અને તેની સંભાળ રાખે છે. સરકારે રૂપિયા 570 કરોડ એલ.એન્ડ.ટીને મેઇનટેનન્સ માટે આપ્યા છે પરંતુ કાલે વરસેલા વરસાદના કારણે કંપનીના કર્મચારીઓએ ડોલે ડોલે પાણી ભરીને કાઢ્યું હતું.

ત્યારે હવે આ મામલે કોંગ્રેસ ના યુવા નેતા હાર્દિક પટેલે સરકાર સામે પ્રહાર કર્યા છે.હાર્દિક પટેલે પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરી ને કહ્યું કે,સરદાર સાહેબ ની પ્રતિમા માં પાણી પડવા ને લઈને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે,ગુજરાત માં બનેલી દુનિયા ની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પહેલી જ વરસાદ માં પાણી પડવા લાગ્યું.આ ને તૈયાર કરવામાં માં 3000 કરોડ નો ખર્ચ થયો હતો.300 કરોડ નો ખર્ચ કરીને પણ પ્રતિમા સરખી રીતે ના બનાવી શક્યા એ સરદાર સાહેબ ના વિચાર ને કઈ રીતે સંભાળી શકશે.જય સરદાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial