ગૃહ મંત્રી અમિત શાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી

વિદિશા જીલ્લાના ગંજબાસૌદા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય લીના જૈને દાખલ કરેલી ફરિયાદમાં, કહ્યું કે, તેમને એક પત્ર મળ્યો છે જેમા ભાજપના પ્રમુખ અમિત શાહને ગંજબાસૌદા આવશે ત્યારે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધારાસભ્યએ કહ્યું કે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

જિલ્લાના પોલીસ અધ્યક્ષ વિનાયક વર્માએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય લીના જૈને સોમવારે બપોરે ફરિયાદ કરી હતી કે તેમને મારી નાખવા માટે ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં ગંજબાસૌદા આવવા પર ગૃહમંત્રી અમિત શાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પત્ર હાથથી લખેલો હતો અને સહી વગરના આ પત્રમાં ગંજબાસૌદાના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને સરકારી હૉસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

વર્માએ કહ્યું કે ફરિયાદ મળતા જ આ વિસ્તારમાં પોલીસે સલામતી વ્યવસ્થાને કડક બનાવી દીધી છે અને દરેક સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બોમ્બે નિરોધક ટુકડીને ભોપાલથી બોલાવવામાં આવી છે અને ખોજી કુતરાઓની મદદથી, રેલ્વે સ્ટેશનો અને હોસ્પિટલો અને અન્ય સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી છે.

એસપીએ જણાવ્યું હતું કે, પ્રથમ નજરે આ કોઈ માનસિક રીતે અસ્થીર વ્યક્તિનું કામ લાગી રહ્યું છે. છતા પણ પોલીસ આ બાબતમાં સંપૂર્ણ સાવચેતી સાથે કામ લઈ રહી છે. તેમણે કહ્યું કે પોલીસ આ કેસની વિસ્તૃત તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial