છોકરાના બેટથી મારવા પર ભાજપના નેતા બોલ્યા, કાચો ખેલાડી છે

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના છોકરા અને ઈન્દોરની સીટથી ધારાસભ્ય આકાશે નિગમના એક અધિકારીને બેટથી માર માર્યો હતો. 26 જુનની આ ધટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો પછી તેને જેલ જવુ પડ્યુ હતુ. એક પત્રકારે તેને સવાલ પુછ્યો તો પત્રકારને તેની ઔકાત પુછી હતી. જમાનત મળ્યા પછી આકાશ બહાર આવી ગયો હતો.

મીડિયાને વાતચીતમાં કૈલાશે જણાવ્યુ

કૈલાશે નિગમના અધિકારી ધીરેન્દ્ર સિંહ પર આરોપ લગાવતા જણાવ્યું કે અધિકારીઓએ ધમંડી ન હોવુ જોઈએ, તેણે જન પ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. આ વસ્તુ ફરીવાર થશે નહીં તે બંને એ સમજવુ પડશે. જે મકાનને પાડવાની વાત હતી તેને લઈને તેમણે જણાવ્યુ કેઘટના ન થવી જોઈએ કાચા ખેલાડીઓ છે આકાશ જી પણ અને નગર નિગમના કમિશ્નર પણ. આ કોઈ મોટી ઘટના નથી તેને મોટી બનાવવામાં આવી રહી છે. હું એક મેયર પણ રહી ચુક્યો છુ, મંત્રી પણ રહી ચુંક્યો છુ પણ મે ક્યારેય નથી સાંભળ્યુ કે વરસાદના મોસમમાં કોઈ મકાનને પાડવાનો ઓર્ડર આપ્યો હોય.

બિલ્ડિંગ તો પડશે જ

જે બિલ્ડિંગને પાડવા માટે ગયેલા અધિકારીઓએ માર ખાધો, ધારાસભ્યને જેલ જવુ પડ્યુ અને ખુબ જ બવાલ થયો તે બિલ્ડિંગ તો પડશે જ. 30 તારીખે પાડવાની હતી પરંતુ પુરતો પોલિસ બંધોબસ્ત ન હોવાના કારણે તે હવે 2 જુલાઈના રોજ પાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial