કોંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામા પાછળ નરેન્દ્ર મોદી-અમિત શાહ જવાબદાર: કોંગી નેતાનું નિવેદન

કર્ણાટક કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો છે. એક તરફ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર વિમાસણમાં મુકાઇ છે. બીજી તરફ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ધારાસભ્યએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે.કોંગ્રેસ ને રાજકિય આચંકા લાગતા વિવાદ શરૂ થયો છે અને નિવેદનબાજી ચરમસીમા પર છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને કર્ણાટકનાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહ અને રમેશ જારકિહોલીનાં રાજીનામા આપવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહનો હાથ હોવાનું જણાંવ્યું છે.

સિદ્ધારમૈયાએ જણાંવ્યું છે કે, આમાં સીધી રીતે અમિત શાહ શામેલ છે, અને વડાપ્રધાન પણ. તેઓ તાકાત અને રૂપિયાનું પ્રલોભન આપીને આ કામ કરી રહ્યા છે. તેઓ સરકારને તોડી પાડવા માગે છે, જો કે તેઓ તેમાં સફળ નહિં થાય. કર્ણાટક સરકારને કોઇ જોખમ નથી. બન્ને એમએલએ ભાજપમાં શામેલ નહિં થાય.

શું હતો મામલો?

અત્રે મહત્વનું છે કે, સોમવારે કર્ણાટકમાં કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રાજ્યમાં રાજકિય ગરમાગરમી જોવા મળી હતી. પહેલા બેલ્લારીનાં કોંગી વિધાયક આનંદ સિંહે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ વધુ એક કોંગી ધારાસભ્ય રમેશ જારકિહોલીએ વિધાનસભાનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

મંત્રી પદ ન મળતા આપ્યું રાજીનામું

આનંદ સિંહને કર્ણાટક સરકારમાં પ્રધાનપદુ મળવાની આશા હતી. ગત વર્ષે જ કોંગ્રેસ નેતૃત્વએ તેમને ભરોસો આપ્યો હતો કે, તેમને મંત્રી બનાવવામાં આવશે. જો કે બે વખત મંત્રીમંડળનું વિસ્તરણ થયું છતાં તેમને પ્રધાનપદ મળ્યું નહિં. આનંદ સિંહ થોડા સમય પહેલા જ ચર્ચામાં આવ્યા હતાં. જ્યારે તેમણે સાથી ધારાસભ્યને રિસોર્ટમાં ફટકાર્યા હતાં. અહિં તમામ કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં જતા રોકવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial