નિતીન કાકાએ સરદારની શોભા વધારવાનો કર્યો પ્રયાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ફાળવાયા આટલા કરોડ

આજે ગુજરાત સરકાર દ્રારા બાકીના 8 મહિનાનું લેખાનુંદાન પારિત કરવામાં આવ્યું છે. આ પહેલા ગુજરાત સરકારે 4 મહિનાનું બજેટ લોકસભા ચૂંટણી પહેલા પસાર કર્યું હતું. જેમાં વિધાનસભા સત્રના પ્રારંભમાં પ્રશ્નોતરી અને શોકદર્શક ઉલ્લેખો બાદ નીતિન પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું.

statue of unity

ગુજરાત પ્રવાસનનાં ઘરેણા સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાની નેમ બજેટમાં રૂપાણી સરકારે વ્યક્ત કરી છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું બિરૂદ મેળવનાર કેવડિયાના કિનારે આવેલ અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિના અનાવરણ બાદ હવે તેના વિકાસ માટે રૂપાણી સરકાર કટિબદ્ધ જોવા મળી રહી છે.

દેશ-વિદેશમાંથી દરરોજ અંદાજે 10 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યાં છે, તેમ નીતિન પટેલે જણાવ્યું હતુ. સરદારના સ્ટેચ્યુની આસપાસ વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, શ્રેષ્ઠ ભારત ભવન, નેવીગેશન ચેનલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, કેકેટ્સ ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવન તેમજ રાત્રિ રોકાણ માટેની સુવિધાઓ ઉભી કરાશે. આ હેતુ પાછળ રૂ. 260 કરોડનો ખર્ચ કરાશે, તેમ નાયબ મુખ્યમંત્રીએ બજેટ ભાષણમાં જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial